28 December 2018

Jio હેપ્પી ન્યૂ યર ઑફર : જો જો રહી ના જતાં, કંપની કરાવી રહી છે આટલા રૂપિયાનો ફાયદો

રિલાયન્સ જિયોએ ફરી એકવાર હેપ્પી ન્યૂયર ઑફર લૉન્ચ કરી છે.

આ ઑફરમાં જિયો યુજર્સને રિચાર્જ પર 100 ટકા કેશબેક મળશે.

તેના માટે તમારે 399 રૂપિયાનું રિટાર્જ કરાવવું પડશે.

આ કેશબેક રિલાયન્સ જિયોના AJIO કૂપન તરીકે આપવામાં આવશે એટલે કે તમે તેને AJIOની વેબસાઇટ પર તમે કોઇપણ ખરીદી માટે તેને યુઝ કરી શકો છો.

આ ઑફરનો લાભ લેવા માટે સૌપ્રથમ ગ્રાહકે પોતાના જિયો નંબર પર 399 રૂપિયાનું રિચાર્જ કરાવુ પડશે. રિચાર્જ કરાવાની સાથે જ જિયો તમને AJIOની કૂપન આવશે જે AJIOની વેબસાઇટ પર MyCoupon સેક્શનમાં ઉપલબ્ધ હશે.

જો કે આ કૂપન યુઝ કરવા માટે તમારે AJIO પરથી 1000 રૂપિયાની શોપિંગ કરવી પડશે.

એટલે કે જો તમે 1000 રૂપિયાની શૉપિંગ કરો તો આ કૂપનને રીડીમ કરવા પર તમારે 599 રૂપિયા જ ચુકવવા પડશે.

Click here to view

0 comment:

Post a Comment