🚀 1 સેકન્ડમાં વપરાય છે 4 લીટર જેટલું ફ્યુઅલ.
🚀 10 કલાકની ઉડાન દરમિયાન લગભગ 1 લાખ 36 હજાર લીટર ઇંઘણ વપરાય જાય છે.
🚀 વિમાનમાં વપરાતા ઇંધણને ATF(એવિએશન ટર્બાઈન ફ્યુઅલ) કહેવામાં આવે છે.
🚀 સામાન્ય રીતે ઉડ્ડયન ક્ષેત્રમાં વપરાતા ફ્યુઅલ બે પ્રકારના હોય છે.
(1)જેટ ફ્યુઅલ અને (2)એવગેસ(ઉડ્ડયન ગેસોલીન).
તેમાંથી જેટ ફ્યુઅલ અનલીડેડ કેરોસીન બેઝ્ડ હોય છે અને મોટા-મોટા એરક્રાફ્ટમાં વપરાય છે અને એવગેસ(Avgas) નાના પિસ્ટન એન્જિન ધરાવતા એરક્રાફ્ટમાં વપરાય છે.
🛩 દુનિયાના સૌથી મોટા કોમર્શિયલ વિમાનોમાંથી એક બોઇંગ 747ની એવરેજની વાત કરીએ તો વિમાન તેની ઉડાન દરમિયાન એક સેકન્ડમાં 1 ગેલન(3.78 લીટર) ફ્યુઅલ વાપરે છે. આ રીતે 10 કલાકની ઉડાન દરમિયાન તેમાં લગભગ 36 હજાર ગેલન એટલે કે 1 લાખ 36 હજાર લીટર ઇંઘણ ખર્ચાઈ જાય છે.
🛩 બોઇંગ 747 બનાવતી કંપનીની વેબસાઈટ પ્રમાણે, એક કિલોમીટર ઉડાન ભરવા માટે આ પ્લેન અંદાજે 12 લીટર ફ્યુઅલ વાપરે છે. આ વિમાનમાં બેસીને એક સાથે 568 લોકો મુસાફરી કરી શકે છે. તેની વધારેમાં વધારે ઝડપ 900 કિમી/કલાક હોય છે.
✍️ Credit - દિવ્ય ભાસ્કર 📰
0 comment:
Post a Comment