21 June 2018

બેરોજગાર માટે સરકારે નિકાળી નવી સ્કીમ, હવે સરળતાથી મેળવો લોનયુટિલિટી ડેસ્ક: લોકોને બિઝનેસ માટે પ્રેરિત કરવા માટે મોદી સરકારે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGP)ને મોટા સ્તર પર લાગું કરવાનો નિર્ણય લિધો છે. સરકારનો ટાર્ગેટ છે કે દરેક જિલ્લામાં લગભગ 122 યુવાનોને PMEGP હેઠળ લોન આપીને બિઝનેસ શરૂ કરાવવામાં આવે. એટલે જ સરકાર દ્વારા સરેરાશ 2 લાખ રૂપિયા પ્રતિ વ્યક્તિ સબ્સિડી અપાશે. તમે પણ આ પોગ્રામ હેઠળ લોન લઇને સબ્સિડીનો ફાયદો ઉઠાવી પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો.
શું છે ટાર્ગેટ
મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ વર્ષે સરકારે PMEGPનો ટાર્ગેટ ખૂબ જ વધારી દિધો છે. આ વખતે લગભગ 88 હજાર નવા એન્ટરપ્રીન્યોર્સને લોન આપવામાં આવશે. આ એન્ટરપ્રીન્યોર્સને સરેરાશ 2 લાખની સબ્સિડી આપવામાં આવશે. તેના માટે સરકારે લગભગ 1800 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. મિનિસ્ટ્રીનો દાવો છેકે વર્ષભરમાં 88 હજાર નવા એન્ટરપ્રાઇઝ ખુલવાથી 7.04 લાખ લોકોને રોજગારી મળશે.
તમે પણ ઉઠાવી શકો છો ફાયદો
જો તમે બેરોજગાર છો અને બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમે આ પ્રોગ્રામનો ફાયદો ઉઠાવીને સરળતાથી લોન લઇ શકો છો. અને સરકાર તરફથી આપવામાં આવતી ટ્રેનિંગ લઇને તમે બિઝનેસ આગળ વધારી શકો છો.

શું છે PMEGP

પીએમઇજીપીને પ્રથમ પ્રધાનમંત્રી રોજગાર યોજના પણ કહેવામાં આવે છે. આ સ્કીમની શરૂઆત વર્ષ 2008-09માં થઇ હતી. આ સ્કીમનો ઉપદેશ સેલ્ફ ઇમ્પ્લોયમેન્ટને વધારવાનો હતો. આ સ્કીમ દ્વારા 18 વર્ષથી વધારે ઉંમરનો કોઇપણ વ્યક્તિ સર્વિસ સેક્ટરમાં 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધી, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 10 લાખ રૂપિયાથી 25 લાખ રૂપિયા સુધી પ્રોજેક્ટ લગાવવા માટે સરકાર પાસેથી લોન લઇ શકે છે. આ સ્કીમમાં 90 ટકા લોન આપવામાં આવે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં પ્રોજેક્ટ કોસ્ટ 25 ટકા અને શહેરી વિસ્તારમાં 15 ટકા સરકાર તરફથી સબ્સિડી આપવામાં આવે છે.
કેવી રીતે કરશો એપ્લાય
જો તમે PMEGP હેઠળ લોન લેવા માંગો છો તો તમારે આ લિંક https://kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp પર ક્લિક કરી ઓનલાઇન એપ્લાય પણ કરી શકાય છે. જેના માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ આધાર નંબર દ્વારા તમે એપ્લાય કરી શકો છો. તમારે જણાવવાનું રહેશે કે તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અથવા ખાદી બોર્ડના માધ્યમથી લોન લેવા માંગો છો. સાથે જ કઇ બેન્કમાંથી લોન લેવાના છો તેની જાણકારી પણ આપવાની રહેશે. જો કે તે જરૂરી નથી કે તમારી એપ્લીકેશન તે બેન્કમાંથી પાસ થાય. તમારે પાન કાર્ડની ડિટેલ પણ આપવાની રહેશે.
પ્રોજેક્ટ રિપોર્ટ કરો તૈયાર
બિઝનેસ માટે લોન લેનાર વ્યક્તિએ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને એપ્લીકેશનની સાથે સબમિટ કરવાનું રહેશે. જો તમારી પાસે પ્રોજેક્ટ રિપોર્ટની જાણકારી નથી તો તમે https://kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jspની મદદ લઇ શકો છો. આ પેજ ઓપન થયા બાદ તમારા ડાબા હાથ તરફ ડાઉનલોડ મોડલ પ્રોજેક્ટનું ઓપ્શન આવશે. જ્યાં તમે મોડલ રિપોર્ટ જોઇને તમારા બિઝનેસના હિસાબથી પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી શકો છો.divyabhaskar

0 comment:

Post a Comment