22 June 2018

ગુજરાતના ઇતિહાસનો પ્રથમ કિસ્સો! તલાટીએ રૂ.200ની લીધી લાંચ અને કોર્ટે ફટકારી 10 વર્ષની સજા


મહિસાગરઃ સંતરામપુરમા તલાટી મહેન્દ્રસિંહ પાંડોરને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. ACBના ઈતિહાસમાં પ્રથમ વખત 200 રૂપિયાની લાંચ લેતા તલાટીને 10 વર્ષની સેશન્સ કોર્ટ સજા ફટકારી છે.

મહત્વનુ છે કે, 2014માં શૌચાલયના ફોર્મના સહી કરવા માટે મહેન્દ્રસિંહ પાંડોરે 200 રૂપિયાની લાંચની માગ કરી હતી. આ મામલે કોર્ટે તલાટીને સજા સંભળાવી છે.

મળતી માહિતી અનુસાર, મહિસાગરના સંતરામપુરમાં ડોળી ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી મહેન્દ્રસિંહ પાંડોર વિરૂદ્ધ સેસન્સ કોર્ટમાં કેસ ચાલતો હતો. સરકારની નિર્મળ ભારત યોજના હેઠળ ગામના રાજેશભાઇ રજાતને શૌચાલય બનાવવા તલાટીનો સંપર્ક કર્યો હતો.

જેમાં તેમણે ફોર્મ ભરવા અને સહી સિક્કા કરવા માટે 200 રૂપિયા માંગ્યા હતા. ત્યારબાદ તેઓ લાંચ લેતા ઝડપાયા હતા. 

મહત્વનું છે કે, વર્ષ 2014માં ACBની કલમ 7 અને 13માં સુધારો આવ્યા બાદની આ પ્રથમ ઘટના હોવાનું જણાય આવે છે. જેમાં આરોપીને ભ્રષ્ટાચારના કેસમાં 10 વર્ષની સજા થઇ છે.

આ પ્રકારે ભ્રષ્ટાચાર થતા અનેક સવાલો ઉદભવી રહ્યા છે... કે શું તલાટી કમ મત્રીઓને પગાર નથી આપતી સરકાર? શું તલાટીઓ તમામ પ્રકારના કામમાં લાંચ લઇ રહ્યા છે? ત્યારે હાલ તો આ પ્રકારે 10 વર્ષની સજા બાદ સરકારી બાબુઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે...

0 comment:

Post a Comment