18 June 2018

ICICI બેંકના ગ્રાહકો માટે આવ્યા મોટા સમાચાર, થઇ શકે છે ધરમૂળથી ફેરફાર

વીડિયોકોન લોન મામલા બાદ આઇસીઆઇસીઆઇ બેંકના ટૉપ મેનેજમેન્ટમાં બદલાવ થવાની ખબર પર ખુબ જ જલ્દી વિરામ લાગી શકે છે. ગત દિવસોમાં પણ ખબર આવી હતી કે, બેંકની સીઇઓ ચંદા કોચરને લાંબી રજાઓ પર મોકલી દેવામાં આવ્યા છે. જેના કેટલાક દિવસો બાદ જ બેંક તરફથી કહેવામાં આવ્યું કે, ચંદા કોચર પોતાની એન્યુઅલ લિવ પર ગઇ છે અને તેમની આ રજાઓ પહેલાથી જ પ્લાન હતી. હવે ખબર છે કે, આઇસીઆઇસીઆઇ બેંકે ચંદા કોચરના વિકલ્પની શોધ કરી છે. ખુબ જ જલ્દી ટૉપ મેનેજમેન્ટમાં ફેરબદલની ખબરની પુષ્ટી થઇ શકે છે.
સંદીપ બક્ષી બનશે અંતરિમ સીઇઓ
એક ખબર અનુસાર, આઇસીઆઇસીઆઇ લાઇફ ઇંશ્યોરન્સના સીઇઓ સંદિપ બક્ષી બેંકના અંતરિમ સાઇઓ બની શકે છે. હાલમાં જ એ ખબર પણ આવી હતી કે, વીડિયોકોમ લોન મામલાની તપાસ ચાલવા સુધી આઇસીઆઇસીઆઇ બેંક તરફથી ચંદા કોચરને અનિશ્તિતકાળ સુધી રજા પર મોકલવામાં આવી શકે છે. આશા કરવામાં આવી રહી છે કે, બેંક બોર્ડ તરફથી ખુબ જ જલ્દી આ નિર્ણયની ઘોષણા કરવામાં આવી શકે છે.

તમને જણાવી દઇએ કે, આઇસીઆઇસીઆઇ બેંક તરફથી 1 જુનથી ખબરોનું ખંડન કરવામાં આવ્યુ હતું જેમા કહેવામા આવી રહ્યું હતું કે, બેંક તરફથી ચંદા કોચરને રજાઓ પર મોકલી દેવામા આવ્યા છે. બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે, તેઓ પોતાની વાર્ષિક રજાઓ પર છે. જે તેમને ખુબ જ પહેલા પ્લાન કરી હતી. તમને જણાવી દઇએ કે, ચંદા કોચર અને તેમના પરિવાર પર કથિત અનિયમિતતા ના આરોપો હેઠળ તપાસ ચાલી રહી છે.
28 માર્ચે આઇસીઆઇસીઆઇ બેંક બોર્ડ સીઇઓ ચંદા કોચરના બચાવમાં આવ્યું હતું. બેંકના અધ્યક્ષ એમ.કે શર્માએ કહ્યું હતું કે, બેંકને સીઇઓ ચંદા કોચર પર સંપૂર્ણ વિશ્વાસ છે. સાથે જ તેમણે વીડિયોકોન સમૂહને આપેલ લોનને લઇ આરોપોનું ખંડન કર્યુ હતું.

0 comment:

Post a Comment