18 June 2018

લેન્ડલાઈન હોય કે મોબાઈલ, સૌથી પહેલા 'HELLO' જ શા માટે બોલવામાં આવે છે?

લેન્ડલાઈન હોય કે મોબાઈલ, સૌથી પહેલા 'HELLO' જ શા માટે બોલવામાં આવે છે?

અજબ ગજબ ડેસ્કઃ જ્યારે તમારા મોબાઇલ કે લેન્ડલાઇન પર કોલ આવે ત્યારે તમે સૌથી પહેલો શબ્દ 'Hello' બોલો છો. આજના સમયમાં જેની પાસે પણ ફોન છે તે દરેક 'Hello' બોલીને જ લોકોના કોલનો જવાબ આપે છે. જોકે, હેલોનો આવિષ્કાર લોકોની વચ્ચે વાતચીત વધારવા માટે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ શબ્દ ખૂબ જ જલ્દી કોમન થઇ ગયો છે.

વર્લ્ડ હેલો ડેઃ-
નોંધનીય છે કે 21 નવેમ્બર 1973થી આખા વિશ્વમાં 'વર્લ્ડ હેલો ડે' ઉજવવામાં આવતો હતો. પરંતુ આજે લોકો તેને ભૂલી ગયા છે. 'Hello'નો ઉપયોગ આજે પણ દરેક જગ્યાએ કરવામાં આવે છે. હકીકતમાં, ફોન પર હેલો બોલવાની કહાણી ફોનના આવિષ્કારક ગ્રાહમ બેલ સાથે જોડાયેલી છે. તેમણે માત્ર ફોનનો જ આવિષ્કાર નહોતો કર્યો પરંતુ ફોન પર વાત કરવાની ભાષાનો પણ આવિષ્કાર કર્યો હતો.
આ કારણે ફોન પર સૌથી પહેલાં 'Hello' બોલવામાં આવે છેઃ-
હાં, ગ્રાહમ બેલે ફોન પર થનારી વાતને વધારે સરળ બનાવવા ભાષાનો આવિષ્કાર કર્યો હતો. એવામાં હેલો શબ્દની શોધ પણ તેમણે કરી હતી. એક રિપોર્ટ પ્રમાણે ગ્રાહમ બેલની ગર્લફ્રેન્ડનું નામ 'માર્ગરેટ હેલો' હતું. તે માર્ગરેટને ખૂબ જ પ્રેમ કરતો હતો. ગ્રાહમ બેલ પોતાની ગર્લફ્રેન્ડને માત્ર હેલો કહીને જ બોલવતાં હતાં. એવામાં જ્યારે ફોનનો આવિષ્કાર કર્યો તો સૌથી પહેલાં તેમણે પોતાની ગર્લફ્રેન્ડનું નામ લીધું. આ જ કારણે લોકો ફોન પર સૌથી પહેલાં 'Hello' કહીને જ વાતની શરૂઆત કરે છે.

0 comment:

Post a Comment