22 February 2019

Jioનો ધડાકો : હવે ઇન્ટરનેટ વિના Video Call કરી શકશો, ફક્ત Jio યુઝર્સ માટે શરૂ થઇ આ ખાસ સર્વિસ

રિલાયન્સ જિયોએ વર્ષ 2016માં ફ્રી કૉલિંગ અને ફ્રી ઇન્ટરનેટ સાથે બજારમાં ધમાકેદાર એન્ટ્રી મારી હતી.

 તે બાદ કંપનીએ એક પછી એક એવી સર્વિસ શરૂ કરી કે કૂદકે ને ભૂસકે જિયો યુઝર્સની સંખ્યા વધતી ગઇ.

તેવામાં કંપનીએ હવે નવી ગ્રુપ કૉલીંગ એપ લૉન્ચ કરી છે. જેનું નામ Jio Group Talk છે.

આ એપ દ્વારા તમે ઇન્ટરનેટ વિના અને ડેટા ખર્ચ કર્યા વિના પણ કૉલિંગ કરી શકો છો.

રિલાયન્સ જિયોએ Jio Group Talk એપને પ્લે સ્ટોર પર લૉન્ચ કરી દીધી છે.

જો કે હજુ આ એપ ટેસ્ટિંગ મોડમાં છે.

 આ એપને ફ્રીમાં પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. આ એપને હાલ એક્સક્લૂઝીવલી જિયો યુઝર્સ માટે લૉન્ચ કરવામાં આવી છે.
ક્લિક કરી જાણો પુરી વિગત 

0 comment:

Post a Comment