Vivoએ ક્રિસમસ પહેલાં પોતાના સ્માર્ટફોન્સ પર ઑફર્સની શરૂઆત કરી દીધી છે.
નવુ વર્ષ અને ક્રિસમસના અવસરે કંપની પોતાના ફ્લેગશીપ મૉડેલને લઇને બજેટ સ્માર્ટફોન પર ઑફર લઇને આવ્યું છે.
આ સ્માર્ટફોનમાં Vivo NEX, Vivo V11, Vivo V11 Pro, Vivo Y83 Pro અને અન્ય મૉડેલ્સ સામેલ છે.
રસપ્રદ બાબત એ છે કે તમે તેને ફક્ત 101 રૂપિયામાં ખરીદી શકો છો.
તમને જણાવી દઇએ કે આ ઑફર માત્ર ઓનલાઇન ચેનલ્સ માટે છે અને આ ઑફરનું નામ ‘ન્યૂ ફોન ન્યૂયર’ છે.
આ ઑફરની વેલીડીટી 41 દિવસની છે અને 20 ડિસેમ્બર 2018થી 31 જાન્યુઆરી 2019 સુધી ચાલશે.
આ ઑફર દેશભરના તમામ Vivo ઓથોરાઇઝ્ડ સ્ટોર્સ માટે છે.
આ ઑફર અંતર્ગત કસ્ટમર્સ 10 હજાર રૂપિયાથી વધુનો સ્માર્ટફોન 101 રૂપિયાનું તત્કાલ પેમેન્ટ કરીને ખરીદી શકે છે.
જો કે તે બાદ તમારે 6 EMI આપવાની રહેશે.
સ્માર્ટફોન ખરીદવા માટે તમારે KYCની જરૂર પડશે. તેના માટે પેન કાર્ડ, વોટર આઇડી અથવા આધાર કાર્ડની જરૂર પડશે.
તે બાદ તમે સ્માર્ટફોન પસંદ કરી શકો છો.
કંપનીનો સૌથી મોંધો સ્માર્ટફોન હજુ NEX છે જેની કિંમત 45 હજાર રૂપિયા છે.
તેને પણ તમે 101 રૂપિયા આપીને ખરીદી શકો છો.
સ્કીમ અંતર્ગત રિટેલર સ્માર્ટફોનની કિંમતને 5 EMIમાં તબદીલ કરશે.
આ ઑફર ઉપરાંત કંપની એચડીએફસી ઝીરો ડાઉન પેમેન્ટ ઑફર પણ આપી રહી છે. જેના અંતર્ગત ક્રેડિટ ડેબિટ કાર્ડથી શોપિંગ કરવા પર 5 ટકાનું એડિશનલ ડિસ્કાઉન્ટ આપશે.
Vtv news
Click here to view
0 comment:
Post a Comment