August 21, 2018
આગામી મહિનાની શરૂઆત દેશના બેન્કિંગ ઇતિહાસમાં ખૂબ જ ખરાબ રહેવાનો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં બેન્ક અને એટીએમમાં કરન્સીની તંગી રહેશે. તેવામાં કોઇપણ રીતે ફંડ ટ્રાન્સફર પણ નહી થઇ શકે. તેથી અમારી સલાહ છે કે તમે અત્યારથી જ પૂરતી માત્રામાં પોતાની પાસે રોકડની વ્યવસ્થા કરી લો, જેથી મહિનાના પહેલા અઠવાડિયે કોઇપણ પ્રકારની મુશ્કેલી ન આવે.
આ કારણે પડશે મુશ્કેલી
બેન્ક સપ્ટેમ્બર મહિનામાં સતત પાંચ દિવસ બંધ રહેશે. એક સપ્ટેમ્બરે શનિવાર તથા રવિવારના કારણે બંધ રહેશે. તથા ત્રણ સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીના કારણે રજા રહેશે. ચાર અને પાંચ સપ્ટેમ્બરે ભારતીય રિઝર્વ બેન્કના કર્મચારીઓ હડતાળ પર રહેશે. આ હડતાળના કારણે આરબીઆઇ તરફથી બેન્કોને પૂરો પાડવામાં આવતો પુરવઠો આપવામાં આવશે નહી સાથે જ કોઇપણ ટ્રાન્જેક્શન પણ નહી થાય.
અબજો રૂપિયાનું ક્લિયરિંગ પ્રભાવિત થશે
પાંચ દિવસ બેન્કોમાં કોઇ કામકાજ ન થવાના કારણે અબજો રૂપિયાનું ક્લિયરિંગ પ્રભાવિત થવાની આશંકા છે. તેનાથી વેપારીઓના કામ તો અટકશે જ સાથે જ સરકારી રાજકોષોમાં પણ કામકાજ પ્રભાવિત થશે. તેના કારણે સરકારી કામ પણ પ્રભાવિત થશે.
હડતાળ પર જશે બેન્ક કર્મીઓ
યૂનાઇટેડ ફોરમ ઑફ રિઝર્વબેન્ક ઑફિસર્સના બેનર હેઠળ અધિકારીઓ તથા કર્મચારી પેન્શન અપડેશન, પેન્શન ઓપનિંગ વેગેરે માંગને લઇને તેઓ હડતાળ કરશે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના કર્મચારી એસોશિએશનના સચિવ અનૂપ મિશ્રાએ જણાવ્યું કે ચાર તથા પાંચ સપ્ટેમ્બરે અધિકારીઓ તથા કર્મચારીઓ સામૂહિક રૂપે રજા પર ઉતરશે.
પાંચ દિવસ સુધી પ્રભાવિત થશે RTGS
હવે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે આરટીજીએસ અને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે કે એનઇએફડી નએશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાના ગેટવેથી થાય છે. દેશભરમાં દર મહિને સરેરાશ એક લાખ અબજ રૂપિયા આરટીજીએસ અને આશરે 15350 અબજ રૂપિયા એનઇએફટી દ્વારા ટ્રાન્સફર થાય છે. પાંચ દિવસ સુધી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમના આ બંને ગેટવે બંધ થવાની અસર બેન્કિંગ ટ્રાન્જેક્શન પર થશે.
0 comment:
Post a Comment