ગુજરાત સહિત દેશભરની બેન્કોમાં ફાટેલી, તૂટેલી, ચીમળાઈ ગયેલી, ખરાબ થયેલી નોટ બદલવા જાય કે સિક્કા લેવા જાય તો બદલવાની ના પાડી દેવામાં આવે છે. ઘણી બેન્કો આમાં પણ ચાલાકી કરીને આવા ગ્રાહકોને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ધકેલી દે છે. મોટી સંખ્યામાં નોટ બદલવા ગ્રાહકો આવવાના કારણે રિઝર્વ બેન્કે તમામ સભ્ય બેન્કોને નોટ બદલી આપવા અને સિક્કા બદલી આપવા તાકીદ કરી છે. કોઈ પણ બેન્ક ગ્રાહકને નોટ બદલવા માટે કે સિક્કા સ્વીકારવાનો ઈન્કાર કરી શકશે નહીં.
રિઝર્વ બેન્કે આજે જારી કરેલા પરિપત્રમાં તમામ બેન્કોના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર, ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસરને સૂચના સાથે તાકીદ કરી છે. દેશમાં તમામ બેન્કોએ ફરજિયાતપણે ગ્રાહકોને ત્રણ મુદ્દાની સર્વિસ આપવી પડશે. તમામ બેન્કોએ ગ્રાહકો માગણી કરે ત્યારે જુદા જુદા દરની તમામ નોટ ફ્રેશ અને સારી ક્વોલિટીની આપવાની રહેશે. સિક્કા માગે તે પણ આપવાના રહેશે.
ફાટેલી, ખામીયુક્ત, ગંદી નોટ બદલી આપવી પડશે. ગ્રાહકો નાણાકીય વ્યવહાર માટે સિક્કા આપે તો પણ સ્વીકારવા પડશે અને જો નોટ બદલવા ઈચ્છે તો પણ બદલી આપવી પડશે. બેન્કોએ રૂ.૧ અને ૨ના સિક્કા સ્વીકારવા પડશે, અને આપવા પણ પડશે. ઈન્કાર કરી શકશે નહીં. પ્લાસ્ટીક પાઉચમાં ૧૦૦ સિક્કા હોય તે રીતે કેશિયરે વિનિમય માટે રાખવા પડશે. તમામ બેન્કોએ કોઈપણ વાંધા-વચકા વગર કામકાજના દિવસો દરમિયાન પ્રજાને આ સુવિધા પુરી પાડવાની રહેશે.
ઉપરાંત કેટલીક પસંદગીની કરન્સી ચેસ્ટ ધરાવતી બ્રાંચમાં મહિનાના એક રવિવારે પણ નોટ બદલી આપવાની સુવિધા આપવી પડશે. રિઝર્વ બેન્કે જે સુવિધા આપવા માટેની યાદી જારી કરી છે તેની મોટા પ્રમાણમાં લોકોને જાણ થાય તે રીતે બેન્કોએ પ્રસિધ્ધિ કરવી પડશે
Click here to view
0 comment:
Post a Comment